Click Here to Search Gujarati STARS
ગુજરાતી સિતારાઓ ને શોધવા અહિં ક્લિક કરો
OUR GALAXY OF GUJARATI STARS

અમારા સભ્યોનો સંપર્ક કરવા માટે 9924012302 પર કોલ કરો (નોંધઃ આ ટોલ ફ્રી નંબર નથી.)


હજી પણ ઘણા સિતારા જોડાઈ રહ્યા છે, અમે સતત વેબસાઈટ અપડેટ કરી રહ્યા છીએ.


Disclaimer: અમે કોઈ પણ રીતે કામ આપવા કે અપાવવાનો દાવો નથી કરતા. અમારો પ્રયાસ ફક્ત આપને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે. અમે કોઈ પણ પ્રકારે સભ્યો પાસે પૈસા નથી લેતા. અમને પોતાનો સંપર્ક અને ફોટોગ્રાફ ઈમેઈલ અથવા મોબાઈલ પર વોટ્સએપ દ્વારા મોકલી આપનાર વ્યક્તિ ને સભ્ય કહીએ છીએ. અમે કોઈપણ પ્રકારનો, કોઈપણ વ્યક્તિનો દાવો સ્વિકારતા નથી. અમે અમારી વેબસાઈટ પર મૂકેલા ફોટોગ્રાફ સભ્યો દ્વારા આપવામાં આવેલ ફોટોગ્રાફ છે. આ વેબસાઈટ પર જોડાયેલા સભ્યોના ફોન નંબર અમારી પાસે છે, જો તેઓ જે તે સમયે ફોન પર વાત કરશે તો અમે આપનો સંપર્ક કરાવી શકીશું, નહીં તો અમે સંપર્ક કરી આપવા બંધાયેલા નથી. સેમિનાર નું આયોજન જ્યારે સમય, સંજોગો અને પરિસ્થિતિ સાથ આપશે ત્યારે કરવામાં આપશે.




આપણો પરિવાર

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દરેક ક્ષેત્રના અનુભવી અને નવા લોકોને સંપર્ક કરવા માટેનું એક સ્થળ www.gujaratifilms.in બનવા જઈ રહ્યું છે. આપનો ફોટો, નામ, મોબાઈલ નંબર અને શહેર નું નામ અમને મોકલી આપો, જેથી આવનારા દિવસોમાં બનનારી ફિલ્મો માટે તમારો સંપર્ક પ્રોડક્શન, ડિરેક્ટર અને પ્રોડ્યુસર સરળતાથી કરી શકે. જે મિત્રો સંપર્કમાં છે તેઓ પણ પોતાની માહિતી મોકલે તો નવા આવનારા ડિરેક્ટર્સ અને #ફિલ્મ પ્રોડક્શન સહજતાથી આપનો #સંપર્ક કરી શકે. તો આજે જ WhatsApp: 9924012302 અથવા info@gujaratifilms.in પર મોકલી આપો. ( અમે આપના એકાંતમાં ખલેલ ન પહોંચે તે માટે આપનો નંબર ગુપ્ત રાખીએ છીએ. જ્યારે ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ આપને સંપર્ક કરવા ઈચ્છશે ત્યારે અમે ખાત્રી કરી આપને એમનો નંબર આપીશું.)

આજે જ આપની વિગત મોકલી આપો.


ખાસનોંધઃ અમે કોઈ પણ પ્રકારે પૈસા લેતા અથવા આપતા નથી, તો gujaratifilms.in ના નામે અથવા આપનો સંપર્ક વેબસાઈટ ઉપર મૂકવા માટે અગર કોઈ આપની પાસે પૈસા માંગે તો આપશો નહીં અને એવા લોકોની માહિતિ અમને આપો.


શા માટે?

ફિલ્મ, આલ્બમ, ઈવેન્ટ, ડાયરો વગેરે પ્રોજેક્ટ્સમાં જરૂરી ટેલેન્ટનો સંપર્ક આસાનીથી થાય. આપને નવા લોકો ઓળખે અને આસાનીથી સંપર્ક કરી શકે તે માટે અમે સતત સાઈટ અપડેટ કરતા રહીશું અને આપનો સંપર્ક કરવા ઈચ્છતા વ્યક્તિ ને અમે (આપની રજા હોય તો) સંપર્ક કરાવી આપશું.

આ વેબસાઈટ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના એવા સિતારાઓ જોવા મળશે જેઓ ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાનો પરિચય આપી ચૂક્યા છે અને નવા મિત્રો જે ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાને ઊંચાઈ પર લઈ જવા ઈચ્છે છે. આ વેબસાઈટ ના સભ્યોને ગેટ-ટુ-ગેધર માં ખાસ મહેમાન તરીકે આમંત્રીત કરવામાં આવશે જ્યાં ગુજરાતી ફિલ્મ સાથે જોડાયેલા મહાનુભવો અને ગુરૂ સાથે વાર્તાલાપ તથા જોડાવાની તક મળી શકે છે.

Get in Touch

અમે હર હંમેશ આપની મદદ માટે તત્પર છીએ.
કોઈ પણ કલાકાર નો સંપર્ક કરવા આપ મને ફોન કરી શકો છો.
MEETA BAROT • M: 9924012302